તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 26th July 2024
લાખો રેશનકાર્ડ ધારકો માટે પરમીટ જાહેરઃ તુવેરદાળ ચણા-વધારાનું સીંગતેલ-ખાંડ આપવાની જાહેરાત
તહેવારો સંદર્ભે ઓગસ્ટ માટે પુરવઠા તંત્ર વરસી પડયું :પરમીટ મૂકાઇ ગઇઃ ૪ મહિને તુવેરદાળ આપશેઃ આ વખતે બાજરી પણ અપાશે : જો કે મીઠામાં પ૦ ટકાનો કાપઃ દુકાનદારોની માંગણી એડવાન્સ નાણા ભરીએ છીએ તો સમયસર પુરવઠો ગોડાઉન ઉપર પહોંચે તે પણ જરૂરી...

રાજકોટ તા. ર૬ :.. આગામી ઓગષ્ટ મહિનામાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવી રહ્યા છે, અને તે સંદર્ભે રાજયનું પુરવઠા તંત્ર રાજકોટના ૧૧ાા લાખ સહિત લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો ઉપર વરસી પડયું છે, ઓગસ્ટ મહિનાની પરમીટ મૂકી દેવાઇ છે, જાહેર કરી દેવાઇ છે, અને તેમાં તમામ વસ્તુઓ લાખો એનએફએસઆર-બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને અપાશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું. તેમણે જણાવેલ કે આ ઉપરાંત તહેવાર સંદર્ભે વધારાનું સ્પે. ૧ લીટર સીંગતેલ અને ૧ કિલો ખાંડ પણ વધારાની આપવાની જાહેરાત કરાઇ છે.
દરમિયાન સસ્તા અનાજના અગ્રણી દૂકાનદારોએ જણાવેલ કે પુરવઠાની પરમીટ મૂકાઇ ગઇ, બધી વસ્તુઓ આપવાની જાહેરાત કરાઇ, તે આવકારદાયક છે, પરંતુ અમે વેપારીઓ પરમીટમાં લાખો રૂપિયા એડવાન્સ નાણા ભરીએ છીએ, આથી જાહેર કરાયેલ તમામ ચીજ વસ્તુઓ દરેક જીલ્લા - તાલુકાના પુરવઠા નિગમના ગોડાઉન ઉપર સમયસર પહોંચે તે પણ તંત્રે ખાસ જોવુ જરૂરી છે, જો, પુરવઠો પહોંચે નહિ તો અમારા એડવનાન્સ ભરેલા લાખો રૂપિયા સલવાઇ જાય છે, આવુ અગાઉ બન્યું છે, માટે આ વખતે તંત્ર ખાસ તકેદારી રાખે તેવી માંગણી છે.
દરમિયાન અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે આ વખતે ૪ મહિના બાદ ફરી તુવેરદાળ ૧૦૦ ટકા જથ્થા સાથે આપવાની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત તહેવારો સંદર્ભે ૧૦૦ રૂપિયે લીટર સીંગતેલ તથા ૧પ અને રર લેખે ૧ કિલો વધારાની ખાંડ મળશે. આ ઉપરાંત આ વખતે પુરવઠા તંત્રે બાજરીનો પણ ૧૦૦ ટકા જથ્થાની ફાળવણી કરી છે.
જયારે ઘઉં-૧૦૦ ટકા, ચોખા-૧૦૦ ટકા, બાજરી ૧૦૦ ટકા, ખાંડ બીપીએલ અને અંત્યોંદય કાર્ડ હોલ્ડરોને ૧૦૦ ટકા, ખાંડ તહેવાર સંદર્ભે ૧૦૦ ટકા, તુવેરદાળ, ચણા, અને તહેવાર સંદર્ભે સીંગતેલ ૧૦૦ ટકા જથ્થો અપાશે, જયારે એકમાત્ર મીઠૂની પ૦ ટકા ફાળવણી કરાઇ છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
