<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા:લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા

 નવસારીઃ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.

નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો છે. પૂર્ણા નદીની સપાટી હાલ 25 ફુટ પર પહોંચી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જાહેર કર્યું છે અને સાવચેત રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

(11:22 AM IST)