News of Friday, 26th July 2024
નવસારીમાં મોડી રાતથી અનરાધાર વરસાદ :સવાર છ વાગ્યા સુધીમાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો
દશેરા ટેકરી, નવો મોહલ્લો, આદર્શ નગર, સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા :50થી વધી ઘરોમાં 5 ફુટ સુધીના પાણી ભરાયા

નવસારી: દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ ચાલુ છે. અહીં મેઘરાજા જાણે થંભવાનું નામ જ ન લેતા હોય તેવી પરિસ્થતિ જોવા મળી રહી છે. નવસારીમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર છ વાગ્યા સુધીમાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની સપાટી હાલ ભયજનક 25 ફુટ પર પહોંચી છે.
નવસારી શહેરનાં પડેલા વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારો દશેરા ટેકરી, નવો મોહલ્લો, આદર્શ નગર, સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 50થી વધી ઘરોમાં 5 ફુટ સુધીના પાણી ભરાયા છે.
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો છે. પૂર્ણા નદીની સપાટી હાલ 25 ફુટ પર પહોંચી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જાહેર કર્યું છે અને સાવચેત રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
