તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 26th July 2024
અમદાવાદમાં સ્કૂલવર્ધીના વાહનો ૧૫ હજારઃ ફિટનેસ-પરમીટ માત્ર ૭૫૦
૩૧ જુલાઇ પછી સમય મર્યાદા નહીં વધારી આપવા અધિકારીઓ મક્કમઃ વાહન ડીટેઇન કરાશે

અમદાવાદ,તા. ૨૬: શહેરમાં સ્કૂલવર્ધીના વાહનો ૧૫ હજાર છે જેમાંથી ૭૫૦દ્ગક જ ફિટનેસ-પરમિટ લેવાઇ છે. જેમાં હવે ૬ દિવસ જ બાકી છે ત્યારે ૧૪,૨૫૦ વાહનોમાં ફિટનેસ અને પરમિટ પ્રક્રિયા બાકી છે. ૩૧ જુલાઈ પછી સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ છે. તેમજ અમદાવાદમાં ૧૫ હજાર સહિત રાજયમાં ૮૦ હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે.
સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન કરાવવા માટે હાથ ધરાયેલી ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પછી વાહનવ્યવહાર વિભાગ દ્વારા ૪૫ દિવસની સમય મર્યાદા અપાઇ છે. સમયમર્યાદાને સવા મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલવર્ધીના ૧૫ હજારમાંથી માત્ર ૭૫૦ વાહનોમાં જ ફિટનેશ અને પરમિટની પ્રક્રિયા પૂરી થઇ છે. હજી ૧૪,૨૫૦ વાહનોમાં ફિટનેસ અને પરમિટ બાકી છે. ૩૧મી જુલાઇ સુધીની મુદત છે, ત્યારે કોઇ પણ સંજોગોમાં સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ છે.
અમદાવાદમાં ૧૫ હજાર સહિત રાજયમાં ૮૦ હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે. સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડથી હાહાકાર મચતા વાહનવ્યવહાર વિભાગે સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. આ પછી સ્કૂલો શરૂ થતાં તંત્રની વાહન ડિટેઇનની ઝુંબેશ સામે વિરોધ કરીને સ્કૂલવર્ધી માલિકોએ હડતાલ જાહેર કરી હતી, વાલીઓના પ્રેશર બાદ બે દિવસમાં જ સમાધાન કરીને વિભાગે તેમને ૪૫ દિવસની સમય મર્યાદા આપી હતી.
જેને સવા મહિનો થયો છતાં સ્કૂલવર્ધીના અમદાવાદમાં ૧૫ હજારમાંથી માત્ર ૭૫૦ વાહનોમાં ફિટનેસ અને પરમિટની કામગીરી થઈ છે. રાજયમાં ૮૦ હજારમાંથી માત્ર ૨૦ ટકા વાહનોએ જ RTOમાં પાસિંગની કામગીરી કરાવી છે. કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી. હવે RTO પાસિંગ માટે ૬ દિવસનો સમય છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
