<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

સંઘ ઉપરના પ્રતિબંધોને રદ કરતા હાઇકોર્ટના હુકમોમાં શું કહ્યું છે ?

રાજકોટ : ચીફ જસ્‍ટીસશ્રી  ધર્માધિકારી તથા મા.ન્‍યાયાધીશ શ્રી ગજેન્‍દ્રસિંહ (મા.ઉચ્‍ચ ન્‍યાયાલય-મધ્‍યપ્રદેશ,ઈન્‍દોર) દ્વારા ૧૯૬૬માં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ પર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં પ્રવેશ લેવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધના આદેશને રદ કરતાં નીચેની ટિપ્‍પણીઓ કરવામાં આવી અને નિર્ણય આપવામાં આવ્‍યો :

કેન્‍દ્ર સરકારના ૧૯૬૬ના કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના આરએસએસ (RSS ) માં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા વાળા આદેશને રદ કરી દીધો છે.  પરંતુ આ કેસની ગંભીરતા તથા વિશેષતઃ આરએસએસ જેવી ગેર-સરકારી સંસ્‍થા પર પડનાર તેના વ્‍યાપક પ્રભાવને જોતાં ન્‍યાયાલયને એ ઉચિત લાગે છે કે આ વિષય પર પોતાની ટિપ્‍પણીઓ આપવી. એ ટીપ્‍પણીઓ એટલા માટે પણ આવશ્‍યક થઈ જાય છે, જેનાથી આવનારા  સમયમાં કોઈ સરકાર પોતાની ધૂન કે મસ્‍તી ખાતર રાષ્‍ટ્રીય હિતોમાં કાર્યરત કોઈ સ્‍વયંસવી સંસ્‍થાને શૂળી પર ન ચઢાવી દે, જેવી રીતે વિતેલ પાંચ દશકોથી આરએસએસ સાથે થતું આવ્‍યું છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૯૬૬, ૧૯૭૦ અને ૧૯૮૦ના આદેશોના માધ્‍યમથી કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ પર આરએસએસમાં પ્રવેશને એ બતાવી પ્રતિબંધિત કરવામાં આવેલ કે આરએસએસ એક ધર્મનિરપેક્ષતા વિરોધી અને સાંપ્રદાયિક સંગઠન છે.  પ્રશ્‍ન એ ઉદભવે છે કે આરએસએસને કયા સર્વેક્ષણ અથવા અધ્‍યયનના આધાર પર સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષતા વિરોધી ઘોષિત કરવામાં આવેલ હતુ ?  કયા આધાર પર સરકાર એ નિર્ણય પર પહોંચી હતી કે સરકારના કોઈ કર્મચારીના, સેવા નિવળત્તિ પછી પણ સંઘ પરિવારની કોઈ ગતિવિધિમાં ભાગ લેવાથી સમાજમાં સાંપ્રદાયિકતાનો સંદેશ જશે ?

ન્‍યાયાલય દ્વારા વારંવાર પૂછવામાં આવવા છતાં, આ પ્રશ્‍નોના કોઈ ઉત્તર પ્રાપ્ત નથી થઈ શકયા.

આવી સ્‍થિતિમાં ન્‍યાયાલયને એ માનવા માટે  ફરજ પડે છે કે એવું કોઈ સર્વેક્ષણ, અધ્‍યયન, સામગ્રી કે વિવરણ છે જ નહીં, જેના આધાર પર કેન્‍દ્ર સરકાર દાવો કરી શકે કે તેના કર્મચારીઓનું આરએસએસ જે કે એક અરાજનીતિક સંગઠન છે, એની ગતિવિધિઓમાં જોડાવા પર પ્રતિબંધ આવશ્‍યક છે, જેનાથી દેશના ધર્મનિરપેક્ષ તાણાવાળા અને સાંપ્રદાયિક સૌહાર્દ અક્ષુણ્‍ણ બન્‍યો રહે.

આ કેસની સુનવણી દરમિયાન અલગ અલગ તારીખો પર અમે પાંચ વખત એ પૂછયું કે કયા આધાર પર તેની કેન્‍દ્રના લાખો કર્મચારીઓને પાંચ દશકો સુધી પોતાની સ્‍વતંત્રતાથી વંચિત રાખવામાં આવ્‍યા હતા?  જો યાચિકાકર્તા દ્વારા આ યાચિકા પ્રસ્‍તુત ન કરવામાં આવી હોત તો આ પ્રતિબંધ આગળ ઉપર પણ ચાલુ રહ્યો હોત જે સંવિધાન અનુચ્‍છેદ ૧૯(૧)નું ખુલ્લું અપમાન હોત.  ઉપરોક્‍ત આધારો પર ન્‍યાયાલયની સામે ત્રણ પ્રશ્‍નો ઊભા થાય છે.

(૧) શું કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ પર આરએસએસમાં પ્રવેશ પર પ્રતિબંધ કોઈ નક્કર આધાર પર લગાવવામાં આવ્‍યો હતો કે માત્ર એક સંગઠન, કે જે તત્‍કાલીન સરકારની વિચારધારાથી સહમત નહોતું, ત્‍યારે કચડી નાંખવા લગાવવામાં આવ્‍યો હતો?

(ર) શું આરએસએસને એ પ્રતિબંધિત સંગઠનો યાદીમાં બનાવી રાખવા માટે સમય સમય પર કોઈ સમીક્ષા કરવામાં આવી હતી? આ એક પ્રતિષ્ઠિત કાયદાકીય પરંપરા છે કે કોઈ પણ પ્રતિબંધ અનંત કાળ સુધી યથાવત ન રહી શકે અને  સમયે સમયે એવા પ્રતિબંધની, બદલાતા સમય અને સંવિધાનની વ્‍યાખ્‍યાઓના આધારે સતત વિસ્‍તળત થઈ રહેલ સ્‍વતંત્રતાના આધાર પર સમીક્ષા થવી જોઈએ.

(૩) જો ઉપરોક્‍ત પ્રશ્‍નોના ઉત્તર સહમતિમાં છે તો એ પ્રશ્‍ન પણ ઊભો થાય છે કે કેન્‍દ્ર સરકાર દ્વારા અચાનક કયા આધાર પર આરએસએસને પ્રતિબંધની યાદીમાંથી હટાવી લેવામાં આવ્‍યું છે?

 જો આરએસએસનું નામ પ્રતિબંધિત યાદીમાં સમજી વિચારીને હટાવવામાં આવી રહ્યું છે તો ન્‍યાયાલય એ અપેક્ષા રાખે છે કે જો ભવિષ્‍યમાં કયારેય પુનઃ આરએસએસ અને તેના આનુષાંગિક સંગઠનોને પ્રતિબંધિત યાદીમાં જોડવાનો પ્રસ્‍તાવ લાવવામાં આવે તો તેના પાછળ ઊંડુ અધ્‍યયન, ઠોસ સામગ્રી, મજબૂત આંકડા, ઉચ્‍ચતમ અધિકારીઓના સ્‍તર પર ગંભીર ચિંતન તથા તેવું કરવા માટે ફરજ પાડે તેવા પુરાવાનો આધાર હોવો જોઈએ.  નહીં તો એવો પ્રતિબંધ સંવિધાનના અનુચ્‍છેદ ૧૪ તેમજ ૧૯નું અપમાન કહેવાશે. તથા એવા પ્રતિબંધને નિヘતિ પણે  સંવૈધાનિક રૂપે પડકારી શકાશે.

સરકાર દ્વારા આરએસએસને ધર્મનિરપેક્ષતા વિરોધી, સાંપ્રદાયિક અને રાષ્‍ટ્રહિત વિરોધી બતાવીને લગાવેલ પ્રતિબંધ ન માત્ર સંઘ માટે હાનિકારક છે, પરંતુ પ્રત્‍યેક એવા વ્‍યક્‍તિ માટે પણ હાનિકારક છે, જે સંઘમાં જોડાઈ રાષ્‍ટ્ર અને સમાજની સેવા કરવા ઈચ્‍છા રાખે છે.

મૌલિક સ્‍વતંત્રતા પર રોક લગાવવા વાળો આદેશ હંમેશા ઠોસ પુરાવાઓ અને ન્‍યાયોચિત આંકડાઓ પર આધારિત હોવો જોઈએ.

ન્‍યાયાલય એને પણ દુઃખદ માને છે કે કેન્‍દ્ર સરકારને આ ત્રુટીને દુરસ્‍ત કરવામાં પાંચ દાયકા લાગી ગયા. તથા આરએસએસ જેવું વિશ્વ પ્રસિદ્ધ સંગઠન વિના કારણ પ્રતિબંધિત યાદીમાં સામેલ રહ્યું અને તેને એ સૂચિમાંથી બહાર નીકળવું અવશ્‍યંભાવી હતું.

આ પરિપેક્ષમાં ગળહ મંત્રાલયને આદેશ આપવામાં આવે છે કે આરએસએસને પ્રતિબંધિત સૂચિમાંથી બહાર નીકાળવાવાળા પરિપત્રને પોતાની અધિકળત વેબસાઈટના હોમપેજ પર પ્રકાશિત કરે જેથી સામાન્‍ય જનતાને એ વિષયમાં જાણકારી મળી શકે.

(4:12 PM IST)