<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

અમદાવાદમાં અસામાજીક તત્‍વોનો આતંક : ૩૦થી વધુ રીક્ષાઓમાં તોડફોડ

અમદાવાદ : ગઇકાલે મોડી રાત્રે મેમ્‍કોમાં ૩૦ જેટલી રિક્ષાઓમાં અસામાજિક લોકોએ તોડફોડ કરી હતી.  સ્‍થાનિક લોકોએ પોલીસ ને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર પહોંચી ગઈ હતી. 

કાલે મોડી રાત્રે ઘરની બહાર રીક્ષાઓ અને પોતાના વાહનો બહાર પાર્ક કરેલા હતા. ત્‍યારે પાંચથી વધુ અસામાજિક લોકોએ ત્‍યા પાર્ક કરેલી રીક્ષાઓના કાચ તોડીને ફરાર થઈ ગયા હતા.   સ્‍થાનિક લોકોને કહેવુ છે કે જે લોકો તોડફોડ કરી હતી. તે  બહારથી આવેલા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:14 PM IST)