<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ગુજરાતમાં આજે સુરત સહિત ૩ જીલ્લાઓમાં મેધરાજા તૂટી પડશેઃ રેડ ઍલર્ટ જાહેર

વડોદરા સહિત ગુજરાત રાજયના ૧૧ જીલ્લાઓ માટે હવામાન વિભાગનું ઓરેન્જ ઍલર્ટ

અમદાવાદઃ તા. ૨૬ઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ ગઇકાલથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે પણ સવારથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્ના છે. જોકે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે સુરત સહિત ત્રણ જિલ્લાં અતિભારે જ્યારે વડોદરા, અમરેલી સહિત ૧૧ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેના કારણે રેડ અને ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

આજે ૨૬ જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના પગલે ઓરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હોય યલો ઍલર્ટ અપાયું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

૨૭ જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ ઍલર્ટ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાંભારે વરસાદની શક્યતા હોરા *નો ઍલર્ટ અપાય છે. કચ્છ.મોરબી, સુરેન્દ્રનગર, જામગનર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
૨૮ જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ ઍલર્ટ અપાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો ઍલર્ટ અપાયું છે. કચ્છ, મોરબી અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
૨૯ જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંમચહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો ઍલર્ટ અપાયું છે.
૩૦ જુલાઈના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

 

(6:48 PM IST)