<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય ;સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

--દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર :દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં અતિભારે વરસાદ શકે:પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસી અતિભારે વરસાદ શકે છે. કેટલાક વિસ્તારમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

    ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

(6:49 PM IST)