<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

રાજકોટથી અમદાવાદ અને વડોદરા વચ્ચે ફ્લાઇટ : સ્ટાર એર દ્વારા 50-સીટર એરક્રાફ્ટ સાથે ઓપરેટ કરવાની દરખાસ્ત કરી

અમદાવાદથી રાજકોટ 1630 કલાકે આગમન, 1700 કલાકે રાજકોટથી વડોદરા માટે પ્રસ્થાન ,વડોદરાથી રાજકોટ ખાતે 1910 કલાકે આગમન, 1940 કલાકે રાજકોટથી અમદાવાદ માટે પ્રસ્થાન કરશે

રાજકોટ : સ્ટાર એર, બેંગલુરુ સ્થિત એરલાઈને રાજકોટથી શિયાળાના સમયપત્રક (ઑક્ટોબર'24 થી માર્ચ'25)માં સંચાલન કરવાની દરખાસ્ત કરી છે, જે અમદાવાદ અને વડોદરાને રાજકોટથી નીચેના શેડ્યૂલ મુજબ જોડશે.  સ્ટાર એર એ 50-સીટર એમ્બ્રેર ERJ-145 પ્રકારના એરક્રાફ્ટ સાથે ઓપરેટ કરવાની દરખાસ્ત કરી છે.

શેડ્યૂલ આ અમુજબ રહેશે , અમદાવાદથી રાજકોટ 1630 કલાકે આગમન, 1700 કલાકે રાજકોટથી વડોદરા માટે પ્રસ્થાન, વડોદરાથી રાજકોટ ખાતે 1910 કલાકે આગમન, 1940 કલાકે રાજકોટથી અમદાવાદ માટે પ્રસ્થાન કરશે

(9:38 PM IST)