News of Friday, 26th July 2024
ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ ? :રાઘવજીભાઈ પટેલ દિલ્હીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા
રાજકીય વર્તુળમાં ચર્ચા : ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે

અમદાવાદ : રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરતા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યું છે.એક તરફ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આંટા ફેરા કરી રહ્યાં છે. તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે, ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી છે, જે મુલાકાતને કેટલાક રાજકીય સૂત્રો શુભેચ્છા મુલાકાત કહી રહ્યાં છે, તો કેટલાક સૂત્રો રાજકીય ચહલ-પહલ થઈ શકે જે માટેની મુલાકાત ગણાવી રહ્યાં છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
