તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Sunday, 28th July 2024
ગાડી ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડી મામલે ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ
40 જેટલા લોકોને પ્રતિમાસ 33 હજારનું ભાડુ અપાવવાનું કહીને કારનો કબજો મેળવ્યા હતો. ત્યારબાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને છેતરપિંડી કરી હોવા ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે.

અમદાવાદઃ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા ભાજપના બક્ષીપંચ યુવા મોરચના પ્રમુખના પુત્રએ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 40 જેટલા લોકોને પ્રતિમાસ 33 હજારનું ભાડુ અપાવવાનું કહીને કારનો કબજો મેળવ્યા હતો. ત્યારબાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને છેતરપિંડી કરી હોવા ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે.
આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ 13 દિવસ પહેલા તેમની સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી થઇ હોવાની અરજી ક્રાઇમ બ્રાંચમાં આપી હતી. પરંતુ રાજકીય દબાણમાં આવીને પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. છેવટે સમગ્ર ઘટનાએ રાજકીય સ્વરૂપ લેતા પોલીસને શુક્રવારે(26મી જુલાઈ) ગુનો નોંધવા માટે સુચના આપવામાં આવી હતી અને શનિવારે (27મી જુલાઈ) આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
