News of Sunday, 28th July 2024
રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત નહી કરે, તોં કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચિમકી ઉચ્ચારી: સરકારને પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ ગમતા નથી એટલે વહીવટદારો કાઢવા માંગતી નથી

અમદાવાદ : કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચિમકી ઉચ્ચારી છે કે, જો રાજ્ય સરકાર ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની જાહેરાત નહી કરે, તોં કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે.
આજે ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચા.તો અને નગરપાલિકામાં ચૂંટાયેલ પાંખને બદલે વહીવટદારોને બસેડી દેવામાં આવ્યા છે. સરકારને પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ ગમતા નથી એટલે વહીવટદારો કાઢવા માંગતી નથી તેમ કહીને અમિત ચાવડાએ કહ્યું કે, ઝવેરી કમિશન રિપોર્ટ પણ આવી ગયો છે. જે વિધાનસભામાં કાયદો પણ પસાર કરી લીધો છે, તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કેમ રાહ જોવામાં આવી રહી છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
