તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 28th July 2024
બપોર સુધીમાં 40 તાલુકામાં સામાન્ય વરસાદ : એકપણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નહીં
સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં પોણા એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો : જાણો ક્યાં મેઘમહેર થઈ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વિરામ પર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે પણ બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 40 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યના એકપણ તાલુકામાં એક ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો નથી. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં પોણા એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં મેઘમહેર થઈ છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઈડરમાં 21 મીમી, ડેડિયાપાડામાં 15 મીમી, વડાલીમાં 12 મીમી, માંડવીમાં 9 મીમી, માણસા અને સુબીરમાં 8-8 મીમી, વાંસદામાં 7 મીમી, સિંગવડ, ઉમરપાડા અને સોનગઢમાં 6-6 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 30 તાલુકામાં સામાન્યથી 5 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે.
ગઈકાલે માત્ર 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં માત્ર એક સંતરામપુર તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.
આજે હવામાન વિભાગ દ્વારા વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
