News of Sunday, 28th July 2024
મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ 11 વર્ષ પછી પણ અધુરું: ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો નમૂનો: શક્તિસિંહ ગોહિલના પ્રહાર
કોંગ્રેસ દ્વારા બનાવેલા હાઉસિંગના ક્વાર્ટરમાં આજે ત્રીજી પેઢી રહે છે, છતાં પણ એ મકાનોની હજી કાંકરી નથી ખરી.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની હાલત અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ ભયમુક્ત ભ્રષ્ટાચારની સાથે સાથે ગંદકીની વાસ્તવિક સ્થિતિની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, મોરબીમાં અલગ-અલગ બે જગ્યાએ કુલ 1008 ક્વાર્ટર બનાવામાં આવ્યા હતા. જેમાંથી એક સાઈટ પર 400 ક્વાર્ટર બનીને તૈયાર થઈ ગયા અને સોંપાઈ ગયા છે, જ્યારે અન્ય સાઈટ પર 11 વર્ષે પણ કામ અધૂરું.આટલા વર્ષોથી કામ પૂર્ણ નથી થયું તો આમાં અધિકારીઓની મિલીભગત હોય અને આવા અધિકારી પર કડક કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ દ્વારા બનાવેલા હાઉસિંગના ક્વાર્ટરમાં આજે ત્રીજી પેઢી રહે છે, છતાં પણ એ મકાનોની હજી કાંકરી નથી ખરી.
મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો માટે 2013માં ટેન્ડરો અપાયા હતા. જે પેટે 32 હજાર કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને અપાયા, પરંતુ હાલ મકાનમાં પોપડા ખરે છે. એકપણ મકાનમાં કોઈ રહેવા આવી શક્યું નથી. 11 વર્ષ પછી મોરબીની આ મુખ્યમંત્રી આવાસ યોજનાના એક પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ રહેવા નથી આવ્યો. ભાજપની સરકારમાં હપતા છેક ઉપર સુધી જાય છે, ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો આ નમૂનો છે. આ બાબતે હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ દ્વારા SIT રચવામાં આવે અને તે તટસ્થ તપાસ કરવી જોઈએ
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
