તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 28th July 2024
કાલોલની કરાડ નદી ફરી એક વખત પ્રદુષિત:કેમિકલ છોડાતા ફીણના ગોટેગોટા જોવા મળ્યા: જુઓ વિડિઓ
રજૂઆત બાદ પણ GPCBએ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમદાવાદ : : ગુજરાતમાં અવારનવાર નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. પંચમહાલના કાલોલની કરાડ નદી ફરી એક વખત પ્રદુષિત થઈ છે. કરાડ નદીમાં કેમિકલ છોડાતા ફીણના ગોટેગોટા જોવા મળ્યા છે.
હાલોલ GIDCમાં આવેલા એકમો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. એકમો દ્વારા પાણીને પ્રદૂષિત કરવામાં આવતુ હોવાના આક્ષેપ કર્યા છે. પ્રદૂષિત પાણીથી સ્થાનિકોમાં અનેક રોગ ફેલાવવાનો ભય છે. નદીને પ્રદૂષિત થતી અટકાવવા લોકોએ અનેક રજૂઆત કરી છે. રજૂઆત બાદ પણ GPCBએ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
