તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 28th July 2024
સોમવારે ધોરણ-10 અને 12 બોર્ડની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થશે
બપોરે 12 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈ પરિણામ ચેક કરી શકાશે

ગાંધીનગર : ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ-10, 12ની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે, 29 જુલાઈના રોજ જાહેર થશે
બોર્ડની વેબસાઈટ પર પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગે બોર્ડની વેબસાઈટ પર જઈ પરિણામ ચેક કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જૂન-જુલાઇ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટwww.gseb.org પર તા. 29/07/2024ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.
વધુમાં અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
