News of Sunday, 28th July 2024
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો વધતો કહેર: કેસની સંખ્યા 131 પર પહોંચી: મૃત્યુઆંક વધીને 53 થયો
ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે.

અમદાવાદ : ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા 131 પર પહોંચી છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 53 થયો છે.
સુરેન્દ્રનગરમાં વધતા ચાંદીપુરાના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો. સુરેન્દ્રનગરના 5 તાલુકામાંથી ચાંદીપુરાના 5 કેસ નોંધાયા છે.
જેથી આ તમામ દર્દીને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝડપતી વધતા કેસને લઈ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી સેન્ડ ફ્લાઈ માખીના નમૂના લીધા છે. સાથે કાચા મકાનોમાં ફોગિંગની કામગીરી પણ કરી છે.
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
