<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ખાનગી એટીએસને વાહન ફિટનેસની કામગીરી સોંપાતાં વેપારીઓ મુશ્‍કેલીમાં

ક્રેન સહિતના ભારે વાહનો ફિટનેસ સેન્‍ટર પર લઇ જવા અશક્‍ય : ટાવર ફિટનેસ સેન્‍ટર પર લઇ જવાય નહીં, અન્‍ય શહેરનું ભારે વાહન પણ ન લાવી શકાય

અમદાવાદા,તા. ૨૯: વાહનવ્‍યવહાર કમિશનર કચેરીના અણઘડ આદેશથી આરટીઓ અધિકારીઓ તો અટવાઇ જાય છે. હવે વેપારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. કમિશનર કચેરીના નવા પરિપત્રથી જે વિસ્‍તારોમાં ખાનગી ફિટનેશ સેન્‍ટરો ખુલી ગયા છે, તે વિસ્‍તારની RTO કે ARTO કચેરીમાં વાહન ફિટનેશની ગત ૬ જુલાઇ- ૨૦૨૪થી કામગીરી કરવાની નહીં રહે. જેનાથી સ્‍થાનિક વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. કારણકે, ખાનગી ફિટનેશ સેન્‍ટર પર ક્રેન, મોબાઈલ ટાવર સહિત ભારે વાહનો લઇ જવા અશકય છે. અન્‍ય શહેરનું ભારે વાહન પણ ના લાવી શકાય. સ્‍થળ પર ઓટોમેટિક ટેસ્‍ટિંગ સ્‍ટેશન (ATS) દ્વારા નિરીક્ષણ થઈ શકતું નથી. કમિશનરના પરિપત્રથી વિવાદ સર્જાયો છે.

અમદાવાદ સહિત રાજયમાં ખાનગી ૨૫ ફિટનેશ સેન્‍ટરો છે. ફિટનેશ સેન્‍ટરો છે, ત્‍યાં આવેલી RTO કે ARTO કચેરીએ વાહનના ફિટનેસની કામગીરી બંધ કરવા માટેના કમિશનર કચેરીના પરિપત્રનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્‍યો છે. વેપારીઓએ કહ્યું કે, સાઈટ

પર ચાલી રહેલા કામમાં ભારે વાહનો કામ કરતા હોય તેને ATS સેન્‍ટરો પર લાવવા શકય નથી. મોબાઇલ ટાવરો પણ લાવી શકાય નહીં. અન્‍ય શહેરમાં કામ કરતાં કેન સહિતના ભારે વાહનો લાવવા શક્‍ય નથી. આથી આવા વાહનો માટે સ્‍થાનિક RTO કે ARTO કચેરીને ફિટનેસની મંજૂરી આપે તો અમારો લાખોનો ખર્ચ બચી જાય. (૨૨.૨)

ઘણાં ભારે વાહનો ફિટનેસ વગર સાઇટ પર કામ કરવા મજબૂર

વાહનવ્‍યવહાર કમિશનર કચેરીના આદેશથી વેપારીઓ જ અટવાઇ ગયા છે. જયાં ફિટનેસ સેન્‍ટરો છે, તે વિસ્‍તારના આરટીઓ કચેરીના અધિકારીઓ હવે સાઇટ પર રહેલા ભારે વાહનો સહિત મોબાઇલ ટાવરના ફિટનેસ માટે કોઈ અરજી હાથમાં લેતાં નથી. તમામ વેપારીઓને ફિટનેસ સેન્‍ટરનો સંપર્ક કરવા કહે છે. આ અંગે ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. પરિણામે હાલ ઘણાં ભારે વાહનો ફિટનેસ વગર જ સાઇટ પર કામ કરવા મજબૂર બન્‍યા છે.

(9:52 AM IST)