News of Monday, 29th July 2024
અમદાવાદના નિકોલમાં કાર ચાલકે એક મહિલા અને બાળકને ટક્કર મારી :મહિલાનું ઘટના સ્થળે જ મોત
અબજીબાપા ગ્રીન્સ સોસાયટીના ગેટ પર અકસ્માત:3 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો :મહિલા બાળક સાથે ઉભા હતા ત્યારે અચાનક કાર ધસી આવી

અમદાવાદ:: શહેરના નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે મહિલા અને બાળકને ટક્કર મારી. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ છે. નિકોલની અબજીબાપા ગ્રીન્સ સોસાયટીના ગેટ પર અકસ્માત સર્જાયો. 3 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ મહિલા બાળક સાથે ઉભા હતા ત્યારે અચાનક કાર ધસી આવી હતી. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.. અકસ્માત સર્જનાર કારને ક્રેન દ્વારા હટાવવાનો પ્રયાસ પર સ્થાનિકોએ વિરોધ કર્યો હતો
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
