<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

બાર.કાઉન્‍સીલની વેબસાઇટ ઉપર મોબાઇલ એપનું હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસના હસ્‍તે ઉદ્‌ઘાટન : આંગળીના ટેરવે ચુકાદાઓ આપશે

રાજકોટઃ બાર. કાઉ.ની વેબસાઇટ ઉપર મોબાઇલ એપનું ઉદઘાટન હાઇકોર્ટમાં ચીફ જસ્‍ટીસશ્રી સુનિતા અગ્રવાલે કર્યુ હતું. આ પ્રસંગે બાર. કાઉ.ના ચેરમેન જે.જે. પટેલ કાયદા પ્રધાન રૂષિકેશ પટેલ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્‍થિત રહયા હતા.

અમદાવાદ, તા., ર૯: બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત લો હેરાલ્‍ડની વેબસાઇટ મોબાઇલ એપનું હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલે ઉદ્‌ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે તેમણે કહયું કે આપણે વધુને વધુ કેસનો સમયસર નિકાલ કરી લોકોને ઝડપી ન્‍યાય વ્‍યવસ્‍થાની ગરીમા જાળવવી જોઇએ. વારંવાર તારીખ લેવાના વલણને ટાળી કેસ ઝડપી ચલાવવા તેમણે અપીલ કરી હતી.આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કહયું કે રાજયના જિલ્લા તાલુકાની કોર્ટોની ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર કામગીરી પુરી કરી તમામ મદદ અપાશે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહયું. હવે આંગળીના ટેરવે ચુકાદા મળી જશે.

રાજય સરકારે ર૦ર૪-રપ ના બજેટમાં વકીલોના કલ્‍યાણ માટેફાળવેલા રૂા. પ કરોડનો ચેક કાયદા મંત્રી ઋષિકેશ પટેલે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતને આપ્‍યો હતો. બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે જણાવ્‍યું હતું કે સરકારે અત્‍યાર સુધીમાં વકીલોના કલ્‍યાણ માટે વેલ્‍ફેર ફંડમાં રૂા. ર૩ કરોડ આપ્‍યા છે. રાજયના વકીલો સનદને લગતી તમામ માહીતીનું સ્‍ટેટસ મેળવી શકે તેમજ સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ આંગળીના ટેરવે મેળવી શકે માટે વેબસાઇટ મોબાઇલ એપ શરૂ કરાઇ છે.

આ પ્રસંગે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે.પટેલે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની કામગીરીની વિગતવાર માહીતી આપેલ. જેમાં આ જ બાર કાઉન્‍સીલના સભ્‍ય અને હાલના સુપ્રિમ કોર્ટના ન્‍યાયમુર્તિ શ્રી જમશેદ બી.પારડીવાલા તથા અન્‍ય સભ્‍યો શ્રી યોગેશ એસ.લાખાણી તથા શ્રી ગીરીશ ભટ્ટનાઓએ ગુજરાત લો હેરાલ્‍ડ નામના લો મેગેઝીનને સબળ બનાવવા ભારે જહેમત કરેલ તેનો ઉચ્‍ચાર કરેલ. તથા  ગુજરાત હાઇકોર્ટમાંથી શ્રી એમ.આર.શાહ, શ્રી એમ.પી.ઠક્કર, શ્રી સી.કે.ઠક્કર, શ્રીમતી બેલાબેન ત્રિવેદી તેમજ શ્રી એ.આઇ. અહેમદી સહીતના સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્‍ડીયાના મુખ્‍ય ન્‍યાયમુર્તિ તરીકે સેવા આપેલ છે તે યાદ પણ તાજી કરેલ.

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત દ્વારા પ્રસિધ્‍ધ કરવામાં આવતુ ગુજરાત લો હેરાલડ નહિ નફો નહી નુકશાન સાથે ૧૯૮૧ થી કાર્યરત છે અને ગુજરાતી તેમજ અંગ્રેજી હેડનોટ સાથે લો મેગેઝીન બહાર પાડે છે. જેની સરળતાથી જુનીયર ધારાશાષાીઓ નજીવી કિંમતે ઉપયોગ કરી શકે તેવી જ રીતે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં વકીલો પોતાની સનદને લગતી તમામ માહીતીનું સ્‍ટેટસ મેળવી શકે તે માટે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની વેબસાઇટ અને મોબાઇલ એપ્‍લીકેશનનું લોન્‍ચીંગ કરતા ચેરમેન તરીકે ગૌરવની લાગણી અનુભવે છે તેમ જણાવેલ તેમજ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના ૧૬ લાખ પેન્‍ડીંગ કસોનો ઝડપી નિકાલ થાય તેમજ તાલુકા અને જીલ્લા કક્ષાએ સીનીયર વકીલોને સાથે રાખીને નવા કાયદાઓને જાણકારી માટે સેમીનાર  યોજવા માટે તમામ બાર એસોસીએશનના પ્રમુખ તેમજ સેક્રેટરીને હાંકલ કરેલ હતું. તેમજ ગુજરાત સરકારે આપેલા ર૪ કરોડ જેવી માતબર રકમ માટે ગુજરાતના વકીલો વતી સરકારનો આભાર માન્‍યો હતો.

(2:51 PM IST)