<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

સંતરામપુર વિસ્‍તારમાં મંત્રી કુબેર ડીંડોરનો જનસંપર્ક

રાજકોટ તા. ૨૯ : મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા મત વિસ્‍તારના નાગરિકો, સ્‍થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ સાથે શુભેચ્‍છા મુલાકાત વિસ્‍તારના કર્મઠ ધારાસભ્‍ય અને કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરએ કરી તેમજ નાદુરસ્‍ત લોકોના ખબર અંતર પૂછ્‍યા.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ મંગુબેન માલીવાડ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરીશભાઈ વળવાઈ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

સંતરામપુર સર્કિટ હાઉસ ખાતે વિસ્‍તારના કર્મઠ ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે મતવિસ્‍તારના નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ત્‍વરિત નિકાલ અર્થે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.

(2:58 PM IST)