News of Monday, 29th July 2024
નડીયાદમાં દેધનાધન વધુ ૫ ઇંચ : ૧૨ જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ફરી જામ્યો સાર્વત્રિક વરસાદનો માહોલ : દક્ષિણ ગુજરાતમાં મંગળ-બુધ અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી

અમદાવાદ,તા.૨૯ : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી ઍકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ૧૦ વાગે પણ વહેલી સવારના ૫ વાગ્યા ઍવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે.
આજે વહેલી સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં ૧.૨૬, લુણાવાડા તાલુકામાં ૩.૭૪, ખાનપુર તાલુકામાં ૧.૫૭ ઇંચ વરસાદ ખાબકયો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ૧.૮૫ ઇંચ, મેઘરજ તાલુકામાં ૧.૭૩ ઇંચ વરસાદ ખાબકયો છે.
જો રાજ્યની વાત કરવામાં આવે તો ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૬ તાલુકામાં વરસાદ ખાબકયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો છે. જ્યારે સંતરામપુર, દાહોદ, ઝાલોદ, મહુધા, ખેડાના વસોમાં ૩ ઇંચ અને લુણાવાડા, કડાણા અને ફતેપુરમાં ૨ ઇંચ વરસાદ ખાબકયો હતો.
સાબરકાંઠા પંથકમાં વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. તો બીજી તરફ રાજસ્થાન અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પણ સાબરકાંઠાની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રホા છે, જ્યારે બીજી તરફ ઓફિસે નિકળેતા લોકો અને વિદ્યાર્થીઓને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ ઍક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મધ્ય-દેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર-પヘમિ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પヘમિ બંગાળમાં કેટલાક સ્થળોઍ ભારે ધોધ સાથે વરસાદ થયો હતો.
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો છે, આજે (૨૯મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૩૦મી અને ૩૧મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોઍ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં ૧૨.૪૦ ઈંચ સાથે સરેરાશ ૩૮.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ ૨૦૨૩માં ૨૮મી જુલાઇ સુધી ૨૩.૭૭ ઈંચ સાથે સરેરાશ ૭૪.૫૪ ટકા જ્યારે વર્ષ ૨૦૨૨માં ૨૬.૭૩ ઈંચ સાથે ૮૫.૩૩ ટકા વરસાદ વરસી ચૂકયો હતો. જેની સરખામણીઍ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે.
અમદાવાદ જિલ્લામાં હજુ સુધી ૯.૩૫ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૩૫ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે ૧૩.૪૫ ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં ૫.૨૦ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
