News of Tuesday, 30th July 2024
કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’ માં ગોલ્ડ જીત્યો
ઉમરપાડાના બાલાલકુવાના વતની અને હાલ સુરતમાં કોન્ટેબલ 42 વર્ષીય રેખાબેને ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામના વતની અને હાલ સુરત ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ 42 વર્ષીય રેખાબેન વસાવાએ ગત તા.18 જુલાઈએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’ માં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. દ્રઢ નિશ્ચય, નિષ્ઠા અને મહેનત થકી વૈશ્વિક સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર રેખાબેને નારીશક્તિના સામર્થ્યનું એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ મહિલાલક્ષી યોજનાઓ થકી ગુજરાતની નારીશક્તિને વધુ સફળ અને સામર્થ્યવાન બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
