News of Tuesday, 30th July 2024
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં મેઘમહેર :સૌથી વધુ મહેસાણામાં 7.3 ઇંચ અને પ્રાંતિજમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો
પ્રાંતિજમાં 6.6 અને વિસનગરમાં 6.4 ઇંચ વરસાદ: રાજ્યના 15 તાલુકામાં 4થી 7 ઇંચ સુધી વરસાદ :ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ

અમદાવાદ :ગુજરાતમાં ગઇકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગત 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં હળવોથી ભારે વરસાદ થયો હતો. રાજ્યના 15 તાલુકામાં 4થી 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં 7.3 ઇંચ, પ્રાંતિજમાં 6.6 અને વિસનગરમાં 6.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે.
ગત 24 કલાકમાં 15 તાલુકામાં 4થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણામાં 7.3 ઇંચ, પ્રાંતિજમાં 6.6, વિસનગરમાં 6.4, હાંસોટમાં 5.6, વિજાપુરમાં 5.4, લુણાવાડામાં 5.3, વડગામમાં 5.1, જોટાણામાં 4.9, ખંભાતમાં 4.7, તલોદમાં 4.6, હિંમતનગરમાં 4.6, માણસામાં 4.5, મોડાસામાં 4.3, કપરાડામાં 4.2, વડોદરામાં 4.1 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 28 તાલુકામાં ગત 24 કલાકમાં 2.1થી 3.9 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં મેઘરજમાં 3.9 ઇંચ, બાયડમાં 3.9, સાંતલપુરમાં 3.4, નડિયાદમાં 3.2, વડનગરમાં 3.1, બહુચરાજીમાં 3, ઉંઝામાં 2.9, વાપીમાં 2.9, ધરમપુરમાં 2.7, પાલનપુરમાં 2.7, ધોળકામાં 2.6, ખાનપુરમાં 2.6, દહેગામમાં 2.6, વાગરામાં 2.5, કડીમાં 2.5, સંતરામપુરમાં 2.5, ઓલપાડમાં 2.4, ભીલોડામાં 2.4, માતરમાં 2.4, ધાનેરામાં 2.3, બાવળામાં 2.2, આહવામાં 2.2, ઉમરગામમાં 2.2, દાંતીવાડામાં 2.2, ધનસુરામાં 2.2, માલપુરમાં 2.1, માંડલમાં 2.1, ખેડબ્રહ્મામાં 2.1 વરસાદ નોંધાયો છે.
રાજ્યના 75 જિલ્લામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં અમીરગઢમાં 2 ઇંચ, ઇડરમાં 2, ચોર્યાસીમાં 2, ડીસામાં 2, સુરત શહેરમાં 1.9, કવાંટમાં 1.9, સીદ્ધપુરમાં 1.9, મહુધામાં 1.8, દેત્રોજમાં 1.8, વિરપુરમાં 1.8, વિરમગામમાં 1.7, સતલાસણામાં 1.7, કલોલમાં 1.7, ખેરાલુમાં 1.6, દાંતામાં 1.6, કાલાવડમાં 1.6, નવસારીમાં 1.6, ખેડામાં 1.6, સાવલીમાં 1.6, ગાંધીનગરમાં 1.5, કપડવંજમાં 1.5 વરસાદ વરસ્યો છે.
ઉપરાંત વિજયનગરમાં 1.5, વડાલીમાં 1.5, અમદાવાદ શહેરમાં 1.5, શંખેશ્વરમાં 1.5, પારડીમાં 1.4, ડેડિયાપાડામાં 1.4, કઠલાલમાં 1.4, કડાણામાં 1.4, ગળતેશ્વરમાં 1.4, ફતેપુરામાં 1.4, ગણદેવીમાં 1.4, જલાલપોરમાં 1.4, ભાવનગરમાં 1.3, ભરૂચમાં 1.3, ઘોઘામાં 1.3, પલસાણામાં 1.3, ઉમરેઠમાં 1.3, સુઇગામમાં 1.3, ઝાલોદમાં 1.3, ખેરગામમાં 1.2, તારાપુરમાં 1.2, વાંસદામાં 1.2, ધોલેરામાં 1.2, લીમખેડામાં 1.2, મોરવા હડફમાં 1.2, અંકલેશ્વરમાં 1.2, આંકલાવમાં 1.2, રાધનપુરમાં 1.2, છોટા ઉદેપુરમાં 1.2, પાટણમાં 1.2, ભાભરમાં 1.2, ડેસરમાં1.2, બાલાસીનોરમાં 1.2, કરજણમાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
