<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ભરૂચ વીજ સર્કલમાં લાઇનમેનનું મોત અને ત્રણ કર્મચારીને ઇજાઓ સંદર્ભે જવાબદાર અધીકારીઓ સામે પગલા ભરો

એજી. વિકાસ દ્વારા ઉર્જા મંત્રીને આવેદન મોકલાયું: તપાસ નહિં થાય તો આંદોલનની જાહેરાત

રાજકોટ તા. ૩૦: ગત તારીખઃ ૨૮.૦૭.૨૦૨૪ ના રોજ જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ની સુવા-ગવાસદ ૨૨૦ કેવી લાઈનના ટાવર પર કામગીરી દરમ્‍યાન ૧ કર્મચારી એમ.એ.ગોહિલ, લાઈનમેન ને નડેલ અકસ્‍માત થી મળત્‍યુ થયેલ. જ્‍યારે અન્‍ય ૩ કર્મચારીઓને નડેલ બિન પ્રાણઘાતક અકસ્‍માત ને પગેલ જવાબદાર અધિકારી ઉપર તાત્‍કાલિક પગલાં લેવા અખિલ ગુજરાત કામદાર સંઘ તરફથી ઉર્જા મંત્રીશ્રી ને આવેદન લખી ભરૂચ ઝોનલ ઓફિસમાં સ્‍થાનિક અધિકારી ના માધ્‍યમથી આજરોજ આવેદન રૂપી આંદોલન નોટિસ આપી છે.

ટેકનીકલ કર્મચારીઓ પાસે ૮ કલાક કરતા વધુ ૧૬ - ૧૬ કલાક ખેતરોમાં પાણી ભરાયેલી પરિસ્‍થિતિમાં ભૂખા તરસ્‍યા કામ કરાવી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અને કોઈપણ જાતનું વધારાનું વળતર આપ્‍યા સિવાય શોષણ કરી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.

અધિકારીઓએ અતિવળષ્ટિના નિયમોમાં કોન્‍ટ્રાકટર પાસે કામ કરાવવા ની સત્તા હોય ઇન્‍ચાર્જ અધિક્ષક ઈજનેર ને ઓફીસ નોટ લખી મંજુરી માંગવા છતાં મંજુરી ન આપી. અને સાઇટ વિજીટ કરી હકીકત જાણ્‍યા વગર જ ખાતાકીય કામ કરવા આદેશ કર્યો. તેમના અણઘડ નિર્ણય થી આ અકસ્‍માત બન્‍યો.

યુનિયન આવેદનમાં આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે, ઇન્‍ચાર્જ અધિક્ષક ઇજનેર  પી.એન.પટેલ, ભરૂચ સર્કલ દ્વારા આ ઙ્કકારની ડિઝાસ્‍ટરની ઈમરજન્‍સીમાં કામ ચાલતું હોય ત્‍યાં કામના સ્‍થળે મુલાકાત લેવાની હોવા છતાં તેમને પાછલા પાંચ દિવસથી લાઈન બંધ હોવા છતાં સ્‍થળ મુલાકાત લીધેલ નથી.

અને સદર ઘટના બન્‍યા બાદ ઘટના સ્‍થળે કે અકસ્‍માત પામેલા કર્મચારીઓની મુલાકાત કરવાની ફરજના ભાગરૂપે અને માનવતાની દ્રષ્ટિએ સ્‍થળ પર જવાની કોઈ પણ પ્રકારની તસ્‍દી પણ લીધેલ નથી જે ખુબ જ અમાનવીય અને એક અધિકારીશ્રી ને છાજે એવું તેમનું વર્તન જણાતું નથી.

આથી ભરૂચ સર્કલના જવાબદાર અધીકારીઓ સામે તપાસ કરી તાકિદે પગલા લેવા માંગણી કરાઇ છે, અન્‍યથા આંદોલન શરૂ કરાશે તેમ આવેદનમાં ઉમેરાયું છે.

(12:13 PM IST)