News of Tuesday, 30th July 2024
અમદાવાદમાં ઓલા ટેક્સી ચાલકોની હડતાળ સમેટાઈ
કંપનીએ પ્રતિ કિ.મી. 20 રૂપિયા ભાડું ચૂકવવાની માગ શરત મંજૂર કરી

અમદાવાદમાં ઓલા ટેક્સીના ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી હતી. કંપની સાથે સમાધાન થયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલી ટેક્સી ચાલકોની હડતાળ પરત ખેંચવામાં આવી છે. કંપની દ્વારા ટેક્સી ચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. કંપનીએ પ્રતિ કિ.મી. દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. જેની અસર ટેક્સી બુક કરતા મુસાફરોને થઇ શકે છે.
ઓનલાઇન કેબ એપ્લિકેશન ઓલા અને ઉબેર દ્વારા ભાવવધારો કરવામાં ન આવતા આ બન્ને કંપનીઓમાં ચાલતી ટેક્સીના ચાલકો દ્વારા 24 જુલાઇના રોજ સાંજે હડતાળની જાહેરાત કરી હતી.
ગઇકાલે સાંજે એરપોર્ટ ખાતે 1500થી વધુ ટેક્સી ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવતા કંપની દ્વારા સમાધાનનું વલણ અપનાવવામાં આવ્યું હતું. ચારેક દિવસથી ટેક્સીચાલકો દ્વારા રાઈડ લેવામાં ન આવતા ઓલા કંપની દ્વારા ભાવ વધારાની માગ સ્વીકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું
છે. મળતી વિગતો અનુસાર, ઓલા કંપનીએ પ્રતિ કિ.મી. દીઠ રૂ. 20 ભાડું ટેક્સી ચાલકોને ચૂકવવાની શરતને મંજૂર કરી છે. તેથી જો ડ્રાઈવરને 20 રૂપિયા પ્રતિ કિ.મી. ભાડું કંપની દ્વારા ચૂકવવામાં આવશે તો બની શકે છેકે મુસાફરોને ટેક્સી બુક કરતી વખતે અગાઉ કરતા વધુ ભાડું ચૂકવવું પડશે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
