<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મહેસાણામાં ધોધમાર સાડા સાત ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર:રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યના 17 તાલુકામાં 4થી 7.5 ઈંચ વરસાદ વરસ્યો: 80 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજયમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં વરસ્યો છે, અંદાજીત સાડા સાત ઈંચ વરસાત વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના 17 તાલુકામાં 4થી 7.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 80 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વરસાદ નોંધાયો છે

    હવામાન  વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

(1:05 PM IST)