<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પાટણમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા

ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઇ

અમદાવાદ : સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે. પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઇ છે. લાંબા સમયની રાહ જોયા બાદ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

(1:09 PM IST)