News of Tuesday, 30th July 2024
અમદાવાદમાં રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન ખાતે સ્નેહમિલન અને સંઘના સામાન્ય સભામાં જ્ઞાતિજનો અને સંતો મહંતોની ઉપસ્થિતિ

જુનાગઢઃ અમદાવાદ ખાતે ૧પ કરોડના ખર્ચે એસજી હાઇવે વૈષ્ણોદેવી સર્કલ પાસે નિરમા યુનિવર્સિટી પાછળ ગોદરેજ ગાર્ડ સીટી રોડ ત્રાગડ ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ (સૌરાષ્ટ્ર) રાજકોટ સંચાલિત શ્રી ધીરજલાલ લક્ષ્મપણભાઇ તેરૈયા રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ખાતે પ્રવેશોત્સવ સ્નેહમિલન તેમજ સામાન્ય સભાનું પ્રમુખ બંકિમભાઇ કે. મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી દિવ્યકાંતભાઇ જોષી તેમજ ટ્રસ્ટી ભીખાભાઇ જોષી મયુરભાઇ મહેતા તેમજ સ્થાયી સમિતી પ્રમુખ બંકિમભાઇ કે. મહેતા, મહામંત્રી સંજયભાઇ જી. દવે, જીતુભાઇ બોરીસાગર, ભવસુખભાઇ મંડીર, ભરતભાઇ જોષી, રા. બ્રા. સમાચારના તંત્રી ભુપતભાઇ મહેતા, મીડીયા કન્વિનર દિનેશભાઇ બોરીસાગર, અજય તેરૈયા, પરશુરામભાઇ બોરીસાગર ગુણવંતભાઇ ભરાડ, ડી. વી. મહેતા, જીતુભાઇ ચાવડા ગોર તેમજ સંઘના પુર્વ પ્રમુખ ભીખુભાઇ જોષી, જયવિનભાઇ દવે, વિનુભાઇ ચાંઉ મામલતદાર ધવલ રવિયા સહિત જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થી ભુવન નિહાળ્યું હતું અને કાર્યક્રમનો અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ઉપરોકત તસ્વીરમાં મંચ પર બિરાજમાન પુ. જેન્તિરામબાપા પૂ. જોષી બાપા તેમજ જ્ઞાતિના આગેવાનો અને કાર્યક્રમનું દિપ પ્રાગટય કરતા જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતના અગ્રણીઓ અને પુ. જેન્તિરામબાપા તથા વિનુભાઇ જોષીનું શાલ ઓઢાડી સન્માન કરતા બંકિમભાઇ મહેતા તેમજ મુખ્ય દાતાઓ શ્રી ધીરજલાલ લક્ષ્મણભાઇ તેરૈયા પરિવારના ધનલક્ષ્મીબેન તથા શૈલેષભાઇ, અક્ષયભાઇ તેમજ મુળ ગઢાળી હાલ અમદાવાદના રાજુભાઇ મહેતા પરિવાર અને કનુભાઇ મહેતા સહિતનાનું સન્માન કરતા પુ. જેન્તિરામબાપા બંકિમભાઇ મહેતા અને છેલ્લે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર રાજુભાઇ મહેતા બંકિમભાઇ મહેતા, સંજયભાઇ દવે અલ્પેશ રવિયા વગેરેને બિરદાવતા પુ. બાપા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
