<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

આ વખતે ચોમાસાની પેટર્ન બદલાઇ વરસાદ જયાં પડે છે ત્‍યાં પુરની સ્‍થિતિ સર્જાય છે, તો કેટલીક જગ્‍યાએ સામાન્‍ય વરસે છે

સાયકલોનિક સરકયુલેશન અને સિયરઝોન સક્રીયઃ ગાજવીજ અને ભારે પવન સાથે, વરસાદની આગાહી : રાજયમાં આજે પણ ઘણા વિસ્‍તારોમાં હળવાથી લઇ કોઇ કોઇ જગ્‍યાએ ભારે વરસાદ પડી શકે

અમદાવાદ તા. ૩૦: રાજ્‍યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્‍લોનિક સકર્યુલેશન,શિયરઝોન સક્રિય થયુ છે. તેથી ઓફશોર ટ્રફ સક્રિય થતા રાજ્‍યમાં વરસાદ રહેશે.  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમાં પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે કચ્‍છ, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

મોરબી, જામનગર, જુનાગઢ તથા ગીર સોમનાથ, નવસારી અને વલસાડ, દમણ, પાટણ તેમજ દાદરા નગર હવેલી તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે  તેમજ અમરેલી, ભાવનગર, સુરેન્‍દ્રનગરમાં વરસાદની આગાહી સાથે રાજકોટ, બોટાદ, મહેસાણામાં વરસાદ પડશે. ખેડા, સુરત, ભરૂચ, તાપી અને ડાંગ, દાહોદ સહિતમાં છૂટાછવાયા વરસશે. રાજ્‍યમાં આજે સાર્વત્રિક વરસાદ સાથે કચ્‍છ, દ્વારકા પોરબંદર, અમદાવાદ સહીત અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્‍જ એલર્ટ છે. તેમજ મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે.

અમરેલી, ભાવનગર, સુરેન્‍દ્રનગર, રાજકોટ, બોટાદ, મહેસાણા, ખેડા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, દાહોદ સહિતના વિસ્‍તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળ્‍યો છે. વરસાદ જ્‍યાં આવે છે ત્‍યાં પૂરની સ્‍થિતિ સર્જાય જાય છે અને જ્‍યારે કેટલાક વિસ્‍તારોમાં સામાન્‍ય વરસાદ જોવા મળે છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્‍યા છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્‍થિતિ છે. હજારો લોકોને સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે.

(3:29 PM IST)