<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

શિક્ષણાધિકારી રાણીપાએ બઢતી જતી કરીઃ ફરી વર્ગ-ર માં વાંકાનેર નિમણૂકઃ દિક્ષિત પટેલને હવાલો

રાજકોટ, જામનગર, બોટાદના ડી.ડી.ઓ વર્ગ-ર માં પરતઃ તવારીખી ઘટના

રાજકોટ તા. ૩૦ :.. રાજયના શિક્ષણ તંત્રમાં કયારેક જ બનતી ઘટના બનવા પામી છ.ે વર્ગ-૧ ના શિક્ષણાધિકારી કક્ષાના ૩ અધિકારીઓએ બઢતી જતી કરી વર્ગ-ર માં પરત ફરવાની સરકારને લેખિત વિનંતી કરતા સરકારે તે માન્‍ય રાખી છે. જેમાં રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી નિલેષ  રાણીપાનો સમાવેશ થાય છે. તેમનો આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલને સોંપવામાં આવ્‍યો છે.

શિક્ષણ વિભાગના નાયબ સચિવ આર. બી. દેસાઇની સહીથી થયેલ હુકમમાં જણાવાયુ છે કે (૧) શ્રી પ્રતિપાલસિંહ ગોહીલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બોટાદ (ર) શ્રી નિલેશ રાણીપા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, રાજકોટ (૩) શ્રી ભરતકુમાર વિડજા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જામનગરને તેઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા સમકક્ષ સંવર્ગની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ (વ. શા.) ની બઢતીનો અસ્‍વીકાર કરતા શરતોને આધિન તેઓના પૂર્વ સેવા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-ર (વ.શા.)માં પરત મુકતા શ્રી પ્રતિપાલસિંહ ગોહીલને મોડેલ સ્‍કુલ માનવડ, તા. પાલીતાણા જી. ભાવનગર, શ્રી નિલેશ રાણીપા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, રાજકોટને મોડલ સ્‍કુલ વાંકાનેર તા. વાંકાનેર જી. મોરબી અને શ્રી ભરતકુમાર વિડજા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જામનગરને મોડલ સ્‍કુલ મોટી બરાર માળીયા(મીં.) તા. માળીયા જી. મોરબી ખાતે નિમણુક આપવામાં આવે છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બોટાદની જગ્‍યાનો હવાલો ડો. ભરતભાઇ વઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બોટાદને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, રાજકોટની જગ્‍યાનો હવાલો શ્રી દીક્ષિત એચ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, રાજકોટને તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જામનગરની જગ્‍યાનો હવાલો શ્રી વિપુલ જયેન્‍દ્ર મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જામનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત વધારાના હવાલા તરીકે સોંપવામાં આવેલ છે.

(4:09 PM IST)