<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

આયકર રીટર્ન ભરવામાં છેલ્લી ઘડીએ ભારે હાલાકીઃ કરદાતાઓ હેરાન-પરેશાન

ર૦ર૩-ર૪ના નાણાકીય વર્ષનું આયકર રીટર્ન ભરવાની કાલે છેલ્લી તારીખઃ હજુ લાખો કરદાતાઓએ રીટર્ન ભરવાનું બાકીઃ તારીખ લંબાવવા માંગ

રાજકોટ, તા., ૩૦: આવતીકાલે તા.૩૧ જુલાઇ છે. ર૦ર૩-ર૪ના નાણાકીય વર્ષનું આયકર રીટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. છતાં લાખો આયકર રીટર્ન ભરવા ઇચ્‍છુક  લાખો કરદાતાઓ બાકી છે. છેલ્લા કેટલાક સમયથી ઇ-ઇન્‍કમ ટેક્ષ ફાયલીંગમાં અનેક પ્રશ્નો સર્જાતા કરદાતાઓ ભારે હાલાકી ભોગવી રહયા છે. છેલ્લી ઘડીએ ઇન્‍કમ ટેક્ષ રીટર્ન ભરવા અરજદારો હેરાન પરેશાન થઇ રહયા છે.

જાણવા મળતી વિગતો મુજબ ર૦ર૩-ર૦ર૪ના નાણાકીય વર્ષનું રિટર્ન ફાઇલ કરવા માટે અરજદારોને ભારે સમય લાગી રહયો છે. તેમાં ર૬ એએસ ડાઉનલોડ તેમજ ફીલીંગ કરવામાં અરજદારોને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. બીએસએનએલમાં ઓટીપી મેળવવામાં પણ બહુ સમય લાગે છે.

ઇન્‍કમ ટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તારીખે પણ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, એકાઉન્‍ટીંગની ઓફીસ મોડી રાત સુધી ખુલ્લી હોય છે. અરજદારો અને આઇટી રીટર્નનું કામ કરનાર ઇ-ફાઇલીંગમાં ભારે વિક્ષેપ પડી રહયો છે.

૩૧ મી જુલાઇ પછી રીટર્ન ભરનારને પેનલ્‍ટી સાથે નવી પધ્‍ધતીથી ઇન્‍કમ ટેક્ષ રીટર્ન ભરવાની સુચના હોવાનું જાણવા મળે છે.

કરદાતાઓ અને એકાઉન્‍ટનું કામ સંભાળતા લોકો આયકર ર૦ર૩-ર૪ ના નાણાકીય વર્ષનું રીટર્ન ભરવાનું લાખોની સંખ્‍યામાં બાકી રહી ગયું છે. ઇન્‍કમ ટેક્ષ રીટર્ન ભરવાની તારીખ લંબાવવા પ્રચંડ માંગણી ઉઠી રહી છે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા આગામી ર૦ર૪-રપ નાણાકીય વર્ષ માટે ગુજરાતને પ્રત્‍યક્ષ કર માટે રૂા. ૧ લાખ કરોડનો લક્ષ્યાંક નક્કી થયાનું જાણવા મળે છે.

(4:14 PM IST)