News of Tuesday, 30th July 2024
સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪નો પ્રારંભ : ૨૮ ઓગસ્ટે સમાપન
પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન શુક્ર-શનિ-રવિ-જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન

સાપુતારા,તા.૩૦ : ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથો સાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ 'નો પ્રારંભ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ૨૦૦૯ થી મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં તા. ૨૯ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે આજરોજ પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડ દ્વારા આ ફેસ્ટિવલ નો પ્રારંભ થએલ. આ પરેડમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નળત્ય તેમજ વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવેલ.રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ માં સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કળતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ-જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને સાપુતારા આજુબાજુ ના ૧૮ જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે, જેમાં, ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ-મહલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વારલીઆર્ટ, હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ ૩૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.
અખૂટ કુદરતી સૌન્દર્ય ધરાવતા ગિરિમથક સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલના ઉદઘાટન કાર્યક્રમમાં -વાસન સચિવ રાજેન્દ્ર કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે મેનેજિંગ ડિરેક્ટર એસ. છાકછુઆકે આભાર દર્શન કર્યું હતું. સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગ કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા સહિત, દેશ વિદેશના પ્રવાસીઓ, જિલ્લા અધિકારીઓ, પ્રવાસન નિગમના અધિકારીઓ, સાપુતારા અને ડાંગના નગરજનો, મીડિયા કર્મીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
