News of Tuesday, 30th July 2024
કોંગ્રેસ ન્યાય યાત્રા યોજીને મોરબી પુલ હોનારત : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, થાનના પીડિતોને આપશે વાચા
બીજા તબક્કાની ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતના સુરતથી કાઢવામાં આવશે.

અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાયયાત્રા યોજાશે. પ્રથમ ન્યાય યાત્રા, ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી યોજવામાં આવશે. જે મોરબી, રાજકોટ, ચોટીલા થઈને વિરમગામના રૂટ પર યોજવામાં આવશે. આ ન્યાય યાત્રામાં, મોરબી પુલ હોનારત, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, થાનના પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરાશે. ન્યાય યાત્રામાં જોડાવવા માટે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. બીજા તબક્કાની ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતના સુરતથી કાઢવામાં આવશે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
