News of Tuesday, 30th July 2024
સુરતના સગરામપુરા તલાવડી પાસે બિલ્ડરની જાહેરમાંં હત્યા
હિદાયત મસ્જિદ પાસે 50 વર્ષીય આરીફ કુરેશીની લાકડાના ફટકા મારીને હત્યા: . બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી હત્યા કરીને ફરાર

સુરતના સગરામપુરા તલાવડી પાસે 50 વર્ષીય બિલ્ડરની જાહેરમાંં હત્યા કરવામાં આવી છે. 50 વર્ષીય આરીફ કુરેશીની લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી છે. તલાવડી ખાતે આવેલ હિદાયત મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો
. બિલ્ડર આરીફની જુના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
