<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પહેલી ઓગસ્ટથી તમામ બિલ કલેક્શન સેન્ટરમાં ફરીથી 2000થી વધુના ગેસ બિલ કેશ અને ચેક સ્વરૂપે સ્વીકારશે

બિલ કલેક્શન એજન્સી એસો,દ્વારા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને રૂબરૂ મળી રજુઆત : પૂર્વ ધારાસભ્યે ઉર્જામંત્રી સાથે વાત કરતા પ્રશ્ન ઉકેલાયો :હવે ફરીથી રાબેતામુજબ કેસ અથવા ચેક સ્વીકારાશે

રાજકોટ : પીજીવીસીએલ તથા ગુજરાત ગેસ લિમિટેડ બિલ કલેક્શન એજન્સી એસોશિએસનના પ્રતિનિધિઓ માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને રૂબરૂ મળતા ગોવિંદભાઈ પટેલએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ટેલિફોનિક વાત કરતા કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત ગેસ લિમિટેડ ના અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે કે 01-08-2024 થી જે 2000 રૂપિયા થી વધુનું ગેસ બિલ રોકડા અથવા ચેક સ્વરૂપે લેવાનું બંધ કરેલ હતું તે રાબેતા મુજબ 01-08-24 થી ફરીથી બધા બિલ કલેક્શન સેન્ટરમાં 2,000 થી વધુ ના ગેસ બિલ રાબેતા મુજબ કેશ તથા ચેક સ્વરૂપે સ્વીકારવામાં આવો તે અંગે જાહેર જનતાએ નોં ધ લેવા વિનંતી તથા આ કાર્ય માટે માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા જે જહેમત ઉઠાવેલ છે તેમના બદલ બિલ કલેક્શન એજન્સી  દ્વારા આભાર મનાયો છે 


 

(9:48 PM IST)