News of Tuesday, 30th July 2024
ફોરેસ્ટ ગાર્ડની ભરતી: શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ડ ગાર્ડની 823 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા

અમદાવાદ :તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વન વિભાગમાં ફોરેસ્ટગાર્ડની જગ્યા પર ભરતી માટે શારીરીક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ડ ગાર્ડની 823 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની માંગણી મુજબ શારીરીક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા 8 ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ યાદીને 25 ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે. એકાદ અઠવાડિયામાં 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
