<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત: ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં

રાજકોટમાં ફરીવાર એક સાથે 8 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા

અમદાવાદ : રાજ્ય સહિત દેશભરમાં ચાંદીપુરા વાયરસે માથુ ઉચક્યુ છે. જેને લઇ દિવસે દિવસે ચાંદીપુરના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ફરીવાર એક સાથે 8 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે

  બીજી રાજકોટમાં વધુ એક બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ગોંડલના ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધારે સતર્ક થયું હતું. ત્યારે આ અસરગ્રસ્ત બાળકને રાજકોટની સિવિલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો હતો.

  રાજકોટમાં હાલ કુલ 8 દર્દીઓ ચાંદીપુરા વાયરસની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાંથી આ તમામ 8 દર્દીઓમાંથી 4 પોઝિટિવ તો 2 નેગેટિવ અને અન્ય 2 શંકાસ્પદ હોવાનું સિવિલ તંત્રએ જણાવ્યુ છે.

(12:11 AM IST)