તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 31st July 2024
ગુજરાતમાં ૩ મહિનામાં ૫૦,૦૦૦થી વધુ GST રજીસ્ટ્રેશન રદ
વ્યવસાય બંધ થવો, છેતરપિંડી જેવા વિવિધ કારણે : નવા નાણાકીય વર્ષમાં સૌથી વધુ જીઍસટી રજીસ્ટ્રેશન કેન્સલ થવામાં ગુજરાત ત્રીજા સ્થાને

નવી દિલ્હી,તા.૨૪: ગેરમાન્ય બેંક એકાઉન્ટ, કાયદાનું યોગ્ય રીતે પાલન નહીં કરવું જેવા વિવિધ કારણોસર ગુજરાતમાંથી નવા નાણાકીય વર્ષમાં જૂન સુધીમાં જ ૫૦ હજારથી વધુના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયાનું સામે આવ્યું છે.
વ્યવસાયને તાળા લાગવા, પ્રોપરાઈટરનું અવસાન થવું, રીટર્ન ભરવામાં નિષ્ફળતા, મર્જર થવું, બિઝનેસના બંધારણમાં ફેરફાર કરવો, છેતરપિંડી કરવા માટે રજીસ્ટ્રેશન મેળવવું, માહિતી છુપાવવી જેવા વિવિધ કારણોસર જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવતું હોય છે. આ પ્રકારના વિવિધ કારણો સાથે ગુજરાતમાં ૨૦૨૪-૨૫માં જૂન સુધી કુલ ૫૦૨૯૮ એકમ-વેપારીના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરાયા છે. નવા નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલ થી જૂન સુધી સૌથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયા હોય તેમાં ઉત્તર પ્રદેશ ૯૩૩૦૫ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૫૬૯૧૯ સાથે બીજા જયારે ગુજરાત ત્રીજા સ્થાને છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫માં જૂન સુધી કુલ ૩.૩૮ લાખથી વધુના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયેલા છે. જે પણ રજીસ્ટ્રેન એકવાર કેન્સલ થયા બાદ ફરી રજીસ્ટ્રેશન અપાયુ હોય અને તે ફરી કેન્સલ થાય તો તેને એક જ હેઠળ ગણવામાં આવે છે. જે જીએસટીઆઈએન સસ્પેન્ડ થયેલા છે તેને આ હેઠળ ગણાયા નથી. જે જીએસટી રજીસ્ટ્રેશનને વિવિધ કારણોસર કેન્સલ કરાયા છે તેને ટેક્સ ઓફિસર દ્વારા મલ્ટિપલ રીઝન્સ એવું કારણ અપાયું છે.
ગુજરાતમાં કેન્સલ થયેલા જીએસટી રજીસ્ટ્રેશન
વર્ષ કેન્સલ
૨૦૨૧-૨૨ ૯૯,૩૯૯
૨૦૨૨-૧૨ ૯૫,૫૨૩
૨૦૨૩-૨૪ ૯૩,૧૬૩
૨૦૨૪-૨૪* ૫૦,૨૯૮
(* જુન ૨૦૨૪ની સ્થિતિ પ્રમાણે)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
