News of Wednesday, 31st July 2024
ડોક્ટરે કેશ પેપરમાં લખ્યું- ‘બૈરૂં કરડી ગયું', વ્યક્તિને આપ્યું ધનુરનું ઈન્જેક્શન
સરકારી ડોક્ટરે નેવે મૂકી માનવતા

મહીસાગર,તા. ૩૧: મહીસાગર જિલ્લામાં વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં વીરપુરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે માનવતા નેવે મુકી છે. ડોક્ટરે કેશ પેપરમાં એવા શબ્દનો ઉલ્લેખ કર્યો કે જેનાથી વિવાદ ઉભો થયો છે. મહિલાના સન્માનને ઠેંસ પહોંચે તેવા શબ્દોનો ઉલ્લેખ ભણેલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. ઘટના એવી છે કે ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયું તેવો ઉલ્લેખ કર્યો છે.
મહીસાગર જિલ્લામાં એક વ્યક્તિને પત્નીએ બચકું ભર્યું હોય તે હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ કરી ધનુરનું ઈન્જેક્શન આપ્યું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ એક ભણેલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. કૂતરું, સાપ કે અન્ય પ્રાણી કરડી જાય તેવું તો સાંભળ્યું છે પરંતુ આવું પ્રથમવાર સામે આવ્યું કે બૈરૂં કરડી ગયું.
મહીસાગર જિલ્લાની વીરપુર સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની છે. હાલ તો આ ઘટના બાદ ડોક્ટર પર સવાલો ઉઠી રહ્યાં છે. આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે. હાલ તો સરકારી હોસ્પિટલનું કેશ પેપર ચર્ચાનો વિષય બન્યું છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
