News of Wednesday, 31st July 2024
પ્રાંતિજમાં 2 કલાકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો: નનાનપુર આરસોડા ગરનાળું પાણીમાં ગરકાવ : હાલાકી
પાણીનાં પ્રવાહમાં મુખ્ય રસ્તો ધોવાયો :વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

સાબરકાંઠાનાં પ્રાંતિજમાં ધોધમાર વરસાદ પડતા નનાનપુર આરસોડા રોડ પર પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે નનાનપુર આરસોડા રોડ પર પાણી ભરાયા હતા. નનાનપુર આરસોડાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા પાણીનાં પ્રવાહમાં મુખ્ય રસ્તો ધોવાયો હતો. રસ્તો ધોવાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સાબરકાંઠામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા ઉત્તર ગુજરાતનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર છે. ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે. તેમજ સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા નવા નીરનાં વધામણા કરાયા હતા. અંતરિયાળ વિસ્તારનાં બોર, કૂવા તેમજ પાણીનાં જળસ્તર ઉંચા આવ્યા હતા.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
