તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 31st July 2024
ગેમઝોન શરૂ કરવા હવે નવેસરથી લાયસન્સ લેવું પડશે :સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું
સુરત પોલીસ કમિશનર દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું

સુરત: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં 30થી વધુ લોકો જીવતા હોમાઈ ગયા બાદ, તંત્ર સફાળું જાગ્યું અને હવે આવી ઘટનાઓ ન બને એ માટે વિવિધ જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. ત્યારે હવે સુરત પોલીસ પણ આ મામલે સખતાઈ અપનાવી રહી છે.
હવે સુરતમાં ગેમઝોન શરૂ કરવા માટે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના જેવી દુર્ઘટના શહેરમાં ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલીવાર 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે. ગેમઝોન માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. સાથે જ જે ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ છે તેમણે પણ નવેસરથી લાઇસન્સ લેવું પડશે.
સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના કડક નિયમોનું પાલન શહેરના દરેક ગેમઝોનના માલિકોએ કરવાનું રહેશે. ભલે હાલમાં ગેમઝોનના માલિકો પાસે લાઇસન્સ હોય, છતાં પણ તેમણે નવેસરથી લાઇસન્સ લેવું પડશે. સાથે જ અલગ અલગ ગેમની અલગ પરમિશન પણ લેવી પડશે. દરેક ગેમનું ઇન્સ્પેક્શન, લાઇસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે.
ઇન્સ્પેક્શન થયા બાદ જ લાયસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય લેવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે. દરેક ગેમને ગેમઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલાં પરવાનગી લેવી પડશે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
