તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
ભીખ માંગતા બાળકોને બચાવવાનું અભિયાનઃ માત્ર ગુજરાત નહિ બિહાર અને મહારાષ્ટ્રના બાળકો મળી આવ્યા
બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપી શિક્ષિત કરવામાં આવશે : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી શરદ સિંઘલની સૂચના અનુસાર ડીસીપી અજિત રાજિયાનનાં નેતળત્વ હેઠળ વધુ ૧૦ બાળકોને ઉગારી લેવાયા : સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, જેસીપી રાઘવેન્દ્ર વત્સ , ડીસીપી ભાવેશ રોજિયના નેતૃત્વમાં ચાલતી કામગીરીમાં ચોકવનારી વિગત ખુલ્લો

રાજકોટ, તા.,૩૧: શહેરમાં ભીખ માંગતા માસૂમ બાળકો ખરેખર જેમની સાથે રહે છે તેમના છે કે કેમ? તે તપાસ કરવા સતત આવા બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી મુકત કરી તેમને સારી સંસ્થામાં રાખી અને આવા બાળકો ખૂબ સારું શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાં આદેશથી ચાલતા અભિયાનમાં પોલીસ ૩૮ જેટલા બાળકોને બચાવવામાં સફળતા મળી છે, આમાં ૨૩ બાળકો તો ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના હોવાનું બહાર આવ્યું છે.
અનુપમસિંહ ગેહલોત માફક માનવીય અભિગમ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ પણ આવા જ પ્રકારનું અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત વધુ એક સફળતા મળી છે. વધુ ૧૦ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે., આ તમામ બાળકોને તબીબી તપાસ કરવામાં આવી હતી.
આ સંદર્ભ અંતર્ગત કસ્ટોડિયન સામે કેસો પણ દાખલ કરવામાં આવેલ.
આ તમામ ૩૮ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના ૨૩, બિહારના ૧૦ અને મહારાષ્ટ્ર ના ૫ બાળકો છે. રેસ્કયુ કરાયેલા આ બાળકોમાં માતા-પિતા સાથે કુલ ૩૩ બાળકો હતા જ્યારે ૪ બાળક અનાથ અને ૧ બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા છે.છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી.
જેમાં ૧૧૩ બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્કયુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી સીડબલ્યુસી (ચાઇલ્ડ વેલ્ફેર કમિટી)ને બાળકોનો કબ્જો સોંપવાની કામગીરી કરવામાં આવી છે
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
