<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

પોલીસના ઇ-ચલણના નામે છેતરપીંડીથી ચેતજો નહીતર બેન્‍કમાંથી રૂપિયા ખાલી થઇ જશે

પાસવર્ડ સહિતની માહિતી પહોંચી જાય છે અને એકાઉન્‍ટમાંથી રૂપિયા પહોંચી જાય છે

અમદાવાદ તા.૩૧: હવે ટ્રાફિક પોલીસના નામે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર ઠગો સક્રિય થયા છે. ઈન્‍ડિયન ટ્રાફિક પોલીસના નામે ટ્રાફિક રૂલ ફોલો કરો તમારૂ ભવિષ્‍ય બચાવો તેવા લખાણ સાથેનો ફોટો સાથે ઈ ચલણ ઈસ્‍યુ થયાની APK ફાઈલ મોકલી લોકો સાથે ઓનલાઈન ફોડ કરવાની નવી મોડસ ઓપરેન્‍ડી લઈ આવ્‍યા છે. આ ફાઈલ ઓપન કરતા તેમાં રહેલો માલવેર વ્‍યક્‍તિના મોબાઈલ ફોનની કમાન સાઈબર ઠગોને પહોંચાડી દે છે. જેમાં તમારા બેંક ખાતાની વિગતો તેમજ પાસવર્ડ સહિતની બાબતો મળી જાય છે. જેથી સાઈબર ઠગોને તમારૂ બેંક ખાતું ખાલી કરી નાંખે છે.

ક્રાઈમ બ્રાંચ સાઈબર ક્રાઈમના DCP લવીના સિહાં જણાવ્‍યું છે કે, APK ફાઈલ અજાણી વ્‍યક્‍તિએ મોકલી હોય અથવા તો બિનસતાવાર સાઈટ પર હોય તો ડાઉનલોડ ના કરવી જોઈએ. આ અંગે અમે જાગળતી કાર્યક્રમો ગોઠવી લોકોને આ બાબતે એલર્ટ કરી રહ્યા છીએ. ટ્રાફિક પોલીસના ઈ ચલણ ઈસ્‍યુ થયાના મથાળા હેઠળની જ APK ફાઈલ કે જે અજાણી વ્‍યક્‍તિએ સોશિયલ મીડિયામાં સેન્‍ડ કરી હોય તે ઓપન ના કરવાની હું સલાહ આપું છું. સાઈબર ગઠિયાઓ દ્વારા APK ફાઈલ માલવેર મુકી બનાવાય છે. તે ઓપન કરતા જ તમારા ફોનનો એક્‍સેસ આરોપી પાસે જતો રહેશે

(3:06 PM IST)