<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફારો: 18 સિનિયર IAS અધિકારીઓની બદલી: શિક્ષણ સચિવ વિનોદ રાવની સાડા પાંચ વર્ષ બાદ બદલી

નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશકુમાર. પંકજ જોશી ,અંજુ શર્મા મમતા વર્મા, મનોજ દાસ સહિત અનેક અધિકારીઓની બદલી

અમદાવાદ : ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફારો થયા છે, રાજ્યના 18 સિનિયર ias અધિકારીઓની બદલી કરાઈ છે, શિક્ષણ સચિવ વિનોદ રાવની સાડા પાંચ વર્ષ બાદ બદલી થઇ છે, નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશકુમાર. પંકજ જોશી ,અંજુ શર્મા મમતા વર્મા, મનોજ દાસ સહિત અનેક અધિકારીઓની બદલી કરાઈ છે

ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે

  1. સુનેના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ
  2. ડૉ. જયંતિ રવીને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ
  3. એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
  4. ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા
  5. નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશ કુમાર
  6. રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ
  7. મનોજ દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમુણક
  8. પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો
  9. જયંતિ એસ રવિ મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ
  10. અંજુ શર્માની ACSકૃષિ અને વેલફેર તરીકે નિમુણક
  11. જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ
  12. મમતા વર્માની ACS ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક
  13. ડૉ.એસ મુરલીકૃષ્ણનને ચૂંટણી પંચ માં આયુક્ત સ્પેશલ ડ્યૂટી
  14. વાહન વ્યવહાર કમિશમર તરીકે અનુપમ આનંદ

(8:28 PM IST)