<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ધોરણ ૧૨ પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ

ગુણચકાસણીની અરજી ક્યાં સુધી કરવી તે બાબતે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે

અમદાવાદ,તા.૩૧

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધો. ૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેની ગુણચકાસણીની અરજી ક્યાં સુધી કરવી તે બાબતે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની જૂન-જુલાઇ(પૂરક)-૨૦૨૪ પરીક્ષાનું પરિણામ તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org- hsc.gseb.org પર તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ બપોરના ૧૪ઃ૦૦ કલાકથી તા. ૦૬/૦૮/૨૦૨૪ ના રોજ સાંજના ૧૭ઃ૦૦ કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરી શકશે. ગુણચકાસણીની અરજીઓ ફકત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ગુણચકાસણીની અરજી નિયત ફી ઓનલાઈન SBIePay System મારફતે (Credit Card, Debit Card, Nª Banking દ્વારા ) અથવા SBlePay ના SBI Branch Payment* ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

(10:00 PM IST)