News of Friday, 2nd August 2024
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ: સૌથી વધુ નવસારીના ખેરગામમાં અઢી ઇંચ ખાબક્યો
આહવા, વધઈ અને વાંસદામાં બે- ઇંચ વરસાદ :રાજ્યના 13 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ ખેરગામમાં પડ્યો છે. આ ઉપરાંત આહવા અને વઘઈમાં બે ઇંચ, વાંસદામાં 1.8 જ્યારે વલસાડ અને કપડવંજમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
