News of Friday, 2nd August 2024
વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ : વાતાવરણમાં ઠંડક
એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ તથા જજીસ બંગલો રોડ, ગોતા અને રાણીપ, ચાંદલોડિયા, વૈષ્ણવ દેવીમાં વરસાદ: કાલુપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા તથા બાપુનગર, રાયપુર, માણેકચોક અને ઠક્કરનગર, નિકોલ, નરોડામાં ધીમી ધારે વરસાદ

અમદાવાદ : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ તથા જજીસ બંગલો રોડ, ગોતા અને રાણીપ, ચાંદલોડિયા, વૈષ્ણવ દેવીમાં વરસાદ છે.
આ ઉપરાંત કાલુપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા તથા બાપુનગર, રાયપુર, માણેકચોક અને ઠક્કરનગર, નિકોલ, નરોડામાં ધીમી ધારે વરસાદ આવ્યો છે. તેમજ કૃષ્ણનગર, મણિનગર, નારોલમાં વરસાદ શરૂ થતા વાતાવરણ ખુશનુમા બન્યુ છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
