News of Friday, 2nd August 2024
રાજય કક્ષાનું પ્રજાસતાક પર્વ નડીયાદમાં ભૂપેન્દ્રભાઇ પટેલ રાષ્ટ્રધ્વજ લહેરાવશે
રાજકોટમાં (લોધીકા) કલેકટરના હસ્તે ધ્વજવંદન જુનાગઢમાં રાઘવજીભાઇ, અમરેલીમાં કુંવરજીભાઇ, સોમનાથમાં ભાનુબેન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., રઃ રાજય સરકાર દ્વારા ૧પ ઓગષ્ટે રાજયકક્ષાનું આઝાદી પર્વ ખેડા જિલ્લાના નડીયાદમાં યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં તિરંગો લહેરાવશે. દરેક મંત્રીને ધ્વજવંદન માટે જીલ્લા ફાળવાયા છે. રાજકોટ સહીત ૧૪ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર ધ્વજવંદન કરાવશે.
સૌરાષ્ટ્રમાં મંત્રીઓ નીચે મુજબના જિલ્લાઓમાં ધ્વજવંદન કરાવશે.
જિલ્લો મંત્રી
જુનાગઢ રાઘવજી પટેલ
અમરેલી કુંવરજીભાઇ બાવળીયા
બોટાદ મુળુભાઇ બેરા
ગિર સોમનાથ ભાનુબેન બાબરીયા
ભાવનગર પરસોતમ સોલંકી
દ્વારકા ભીખુસિંહ સોલંકી
કચ્છ બળવંતસિંહ રાજપુત
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને મોરબીમાં કલેકટરના હસ્તે ધ્વજવંદન થશે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
