News of Friday, 2nd August 2024
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે 61 બાળકોના જીવ લીધા :પાટણમાં વધુ એક 7 વર્ષના બાળકનું મોત
-- . હોસ્પિટલમાં દાખલ થયાના સાત દિવસમાં જ બાળકે જીવ ગુમાવ્યો :ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી.

અમદાવાદ : ગુજરાતમાં ચાંદીપુરા કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ 61 બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 છે.
અમદાવાદમાં સૌથી વધારે 6 બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. પાટણમાં પ્રથમ ચાંદીપુરા વાયરસગ્રસ્ત 7 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયાના સાત દિવસમાં જ બાળકે જીવ ગુમાવી દીધો હતો. ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ ચાર બાળકો વોર્ડમાં અને ચાર બાળકો આઇસીયુમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લઇ રહ્યા છે જયારે ગોત્રી હોસ્પિટલમાં એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ છે
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
